ચીખલી: ચીખલી તાલુકાના રૂમલા ચીકારપાડા નીચલું ફળિયુના રહીશ મહેશભાઈ ભાયલુભાઈ ગાંવીત ઉ.વ.43 ધંધો-મજુરીએ ખેરગામ પોલીસ મથકે આપેલી જાહેરાતમાં જણાવ્યા મુજબ તેમની પુત્રી જીનલ મહેશભાઈ ગાંવીત ઉ.વ.22 ધંધો-બ્યુટી પાર્લર રહે.
Decision News ને મળેલી જાણકારી મુજબ રૂમલા ચીકારપાડા નિચલુ ફળીયા તા.ચીખલી જી.નવસારી જે તા-24 ડિસેમ્બર 2024ના રોજ સવારે 10 :30 કલાકે ઘરેથી કોઇને કઇ પણ કહ્યા વગર ક્યાંક જતી રહેલી છે,જેની અનેક જગ્યાએ શોધખોળ કરવા તેમજ તેનો ફોન ઉપર કોલ કરતા ફોન પણ સ્વીચ ઓફ આવે છે.
તપાસ કરતા મળી આવેલ નથી અને ગુમ થયેલ છે. તે ગુજરાતી, કોકણી તથા હિંદી ભાષા જાણે છે.અને શરીરે પાતળા બાંધાની તથા રંગે ઘઉં વર્ણની છે. જેની ઉચાઇ 5 ફૂટ 4 ઇંચની છે. તથા તેણે શરીરે વાદળી કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ છે. તથા વ્હાઈટ કલરનું ગરમ સ્વેટર પહેરેલ છે.જે બાબતે રૂમલા પોલીસ ચોકીના એએસઆઈ ચીનેશ મોદીએ વધુ તપાસ હાથ ધરી છે.