દેડિયાપાડા: SGFI અંતર્ગત યોજાયેલ શાળાકીય રમતોત્સવ 2024-25 માં નર્મદા જિલ્લામાં આવેલ સેંટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડિયમ શાળા દેડિયાપાડાના વિદ્યાર્થીઓ એ નર્મદા જિલ્લામાં આવેલ રમતગમત સંકુલ ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા એથલેટિક્સ, વૉલીબૉલ, કબડ્ડી, ફૂટબોલ તેમજ ખો-ખોની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમાંક મેળવીને શાળા તથા દેડિયાપાડા તાલુકાનું નામ રોશન કર્યું હતું.

DECISION NEWS ને મળતી માહિતી મુજબ, રમતોત્સવ ૨૦૨૪-૨૫ માં સેંટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડિયમ શાળા દેડિયાપાડાના વિદ્યાર્થીઓ રમત ગમતના ખૂબ સારું પ્રદર્શન કરી, એથલેટિક્સ સ્પર્ધા U-14 બહેનો 100 મીટર તથા 200 મીટર દોડ વસાવા કિંજલ (પ્રથમ). શોટ પૂટ વસાવા ફાલ્ગુની (પ્રથમ) 200 મીટર દોડ, ગામીત ક્રિસ્ટીના (દ્વિતીય), 600 મીટર દોડ વસાવા નિધિ (દ્વિતીય) U-17 બહેનો 400 મીટર દોડ વસાવા ભૂમિ (પ્રથમ), 1500 મીટર દોડ અને 100 મીટર હડલ્સ, વસાવા કિંજલ (પ્રથમ) 800 મીટર દોડ વસાવા નીતીક્ષા (પ્રથમ) 200 મીટર દોડ અને 3000 મીટરદોડ. વસાવા અમિષા (દ્વિતીય) U-19 બહેનો ચક્ર ફેંક વસાવા ધ્રુવી (પ્રથમ) અને એથ્લેટિક્સ ભાઈઓ U-14 ભાઈઓ, 100 મીટર દોડ વસાવા આરવ. એ (પ્રથમ) 100 મીટર દોડ અને 200 મીટર દોડ વસાવા વિવેક.આર (દ્વિતીય) U-17 ભાઈઓ 100 મીટર દોડ અને 3000 મીટર દોડ વસાવા પ્રિન્સ (પ્રથમ) 110 મીટર હડલ્સ અને લાંબી કૂદ વસાવા એલેક્સ (પ્રથમ) 800 મીટર દોડ વસાવા પવન જી. ( પ્રથમ) 400 મીટર દોડ વસાવા પ્રિયાંક પી (પ્રથમ) ફૂટબોલ U-14 ભાઈઓ (પ્રથમ) U-17 ભાઈઓ તથા બહેનો (પ્રથમ) કબડ્ડી U-14 બહેનો (દ્વિતીય) ખોખો U-17 ભાઈઓ તથા બહેનો (પ્રથમ) આ તમામ રમતોમાં મેડલ મેળવવા બદલ શાળાના મેનેજરશ્રી ફાધર રૉબર્ટ, આચાર્યશ્રી સીસ્ટર રોઝા. જ્યોથી , કોચશ્રી ગામીત યોસેફ તથા સમગ્ર શાળા પરિવારવતી વિદ્યાર્થી મિત્રોને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.