નર્મદા: શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપલામાં રાષ્ટ્રીય સેવા યોજના(N. S. S.) માં ચાર યુનિટની સેવા કાર્યરત છે. તા. 17/08/2024 ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિધાલય, સુરત દ્વારા આયોજિત એક દિવસીય કાર્યશાળા “સેવા હી સાધના – 2024” ના કાર્યક્રમમાં અતિથિ વિશેષ ગુજરાત રાજયના માનનીય શિક્ષણ મંત્રીશ્રી (રાજયક્ક્ષા) શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના વરદ હસ્તે કોલેજને શૈક્ષણિક વર્ષ 2023-2024 માટે સદર યુનિટ દ્વારા કરવામાં આવેલ ખૂબ જ ઉલ્લેખનીય કાર્ય અને રાષ્ટ્રભક્તિ, સમાજ જાગરણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, બોધ્ધિક, વાર્ષિક શિબિર અને મુખ્યત્વે યુવા જાગરણ જેવા વિશિષ્ટ કાર્યો ને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સેવા યોજના(N. S. S.) માં સક્રિય કામગીરી બજાવનાર કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના (N. S. S.) વિભાગ ને “શ્રેષ્ઠ N. S. S. કોલેજ” સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું.
DECISON NEWS ને મળેલ માહિતી મુજબ આ કાર્યક્રમમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિધાલયના કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા, કુલસચિવશ્રી ડૉ. રમેશદાન સી. ગઢવી, N. S. S.ના ડાયરેક્ટરશ્રી પ્રકાશચંદ્ર પટેલ અને જુદી જુદી કોલેજના પ્રોગ્રામ ઓફિસર ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્ર્મમાં કોલેજના પ્રોગ્રામ ઓફિસર ડૉ. જેતલકુમારી જે. પટેલ એ વર્ષ 2023-24 દરમિયાન થયેલ કુલ 32 એક્ટિવિટી તેમજ ખાસ વાર્ષિક શિબિર અંતર્ગત થયેલ એક્ટિવિટી ની પાવર પોઈન્ટ પ્રેસેંટેસન આપી કોલેજના એન. એસ. એસ. વિભાગ ની સફળતા રજૂ કરેલ છે. આ સિદ્ધિને કોલેજના પ્રાચાર્યશ્રી ડૉ. એસ. જી. માંગરોલા સર, ટ્રસ્ટગણ અને સમસ્ત કોલેજ પરિવાર એ ખૂબ જ આનંદ ની લાગણી વ્યક્ત કરી, સમગ્ર N. S. S. પ્રોગ્રામ ઓફિસરની ટીમને અને N. S. S. ના તમામ સ્વ્યંસેવકો ને હદયપૂર્વક અભિનંદન આપ્યા અને ભવિષ્યમાં પણ કોલેજને આવા શ્રેષ્ઠ સન્માન મળે એવી શુભેચ્છા પાઠવી હતી.

