ધરમપુર: હવે વલસાડના તિથલ ખાતે ઉછળતાં મોજાંની મોજ માણવા જવાની જરૂર નથી હવે આ મોજ તમે ધરમપુર તાલુકાના ડેપો સામે પણ માણી શકો છો.. આ વ્યવસ્થા ઉભી કરવા માટે ધરમપુર નગરપાલિકાને અભિનંદન આપવા પડે એટલાં ઓછા છે.. આવો Decision News તમને તાજા દ્રશ્યો બતાવી રહ્યું છે..
જુઓ વીડિયોમાં...
હાલમાં અડધો કલાકના પડેલા વરસાદમાં સમુદ્રમાં જેમ મોજા ઉછળે એવા મોજા ધરમપુર બસ ડેપો પાસે ઉછળતા જોવા મળી રહ્યાં છે. ધરમપુર નગરપાલિકાની કામગીરી સરાહનીય છે કે તિથલ દર્શન અહીં લોકોને ઉભું કરી આપ્યું અને ગુજરાત સરકારના સાચા વિકાસનો અરીસો લોકો સમક્ષ ધરી દીધો.. વાહ.. નગરપાલિકા વાહ.. વિકાસ ફક્ત કાગળ પર છે તારો હોં..

