કપરાડાના બાલચોંડી ચાર રસ્તા થી પસાર થતો નેશનલ હાઇવે નંબર 56 પર ગઈકાલે સાંજના પાંચ વાગ્યાની આસપાસ એક બાઇક ચાલક રસ્તા પર આવેલા બમ્પર ઉપરથી પસાર થતી વખતે બાઇક પર નો કાબુ ગુમાવતા રોડ પર પટકાયો હતો જેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ ગુરુવારે સાંજે 5 કલાકે કુરગામના મદન ફળિયામાં રહેતા પાર્થ મણીલાલ ભૂસારા ઉ.વ.20 પોતાની KTM ડ્યુક બાઇક નં GJ 15EG 5787 લઇને બાલચોંડી ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તા પર મસ મોટા બમ્પરના કારણે બાઇકનું સંતુલન ગુમાવી દેતા બાઇક સાથે હવામાં 10 ફૂટ ઉછળીને રોડ પર પટકાતા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી જેને નાનાપોન્ડા સીએચસીમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ઘટનાની તપાસ નાનાપોંઢા પોલીસ કરી રહી છે.

