ભરૂચ સેસન્સ કોર્ટમા ACBએ રેડ કરી છે. જેમાં જજ વતિ G વચેટિયો લાંચ લેતા ઝડપાયો છે. ફરીયાદીનાં વિરુદ્ધ ભરૂચ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં 2022માં ગુનો દાખલ થયેલ હતો અને તેમનાં વિરુદ્ધમાં ચાર્જશીટ થઇ જતાં, ભરૂચનાં એડીશનલ ચીફ જયુડીશીયલ મેજી. સાહેબની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને હાલ ફાયનલ દલીલો બાકી છે.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ આરોપી વકીલ સલીમભાઈ ઈબ્રાહીમભાઈ મનસુરીએ ફરિયાદીની તરફેણમાં જજમેન્ટ અપાવવા માટે રૂપીયા પાંચ લાખની લાંચની માંગણી કરી હતી તે પૈકી આજે રૂપિયા ચાર લાખ આપવાનો વાયદો થયો હતો. ફરીયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ન હોઇ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા આજે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.

આ લાંચના છટકા દરમ્યાન આરોપી વકીલ સલીમભાઇ ઈબ્રાહીમભાઈ મનસુરીએ ફરીયાદી સાથે વાતચીત કરી લાંચનાં નાણાંની માંગણી કરી અને સ્વીકારી જે બાદ વકીલ સલીમભાઇ ઈબ્રાહીમભાઈ મનસુરીને એસીબીએ રંગેહાથ ઝડપી પડ્યો છે.