રાજપીપલા: રાજપીપળા નગરપાલિકા સંચાલિત લાયબ્રેરીમાં આજે રાજપીપલા અને આસપાસના ગામના વિધાર્થીઓ સાથે મુલાકાત કરી. આ યુવાઓ આગામી સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે લાયબ્રેરી ખાતે વાંચવા માટે આવે છે. નગરપાલિકાની આ લાયબ્રેરી સવારે 8-00થી લઈને સાંજે 6-00 વાગ્યા સુધી ખુલ્લી રહે છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વિદ્યાર્થીઓની માંગ છે કે લાયબ્રેરી રાત્રીના 11-00 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવે. જેથી તેઓ વધુ કલાકો સુધી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી શકે. વિદ્યાર્થીઓની માંગ અંગે રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી નું ધ્યાન દોર્યું છે કે, લાયબ્રેરી વિધાર્થીઓ માટે રાત્રીના 11-00 કલાક સુધી ચાલુ રાખવી.
મનસુખ વસાવાએ કહ્યું કે લાયબ્રેરીમાં આવતા વિદ્યાર્થીઓ અને પરીક્ષાર્થીઓની સુવિધા માટે તમામ પ્રકારના પગલાં લેવાંની બાંહેધરી આપું છું. સાથે જ તેઓ તમામ આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉત્તમ તૈયારી કરે તેમજ ઉચ્ચ પરિણામ મેળવીને સપના સાકાર કરે તેવી શુભેચ્છા પાઠવી હતી .

