સાગબારા: ગતરોજ સાગબારા જુની આર.ટી.ઓ. ઓફીસ નજીક પડેલા ખાડામાં બાઈક સ્લીપ થઇ જતાં એક ઇસમ ગંભીર રીતે ઘાયલ થયો હતો તેને સારવાર માટે લઇ જવામાં આવ્યો પણ સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થઇ ગયું હતું.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે સાગબારા પોલીસ સ્ટેશનમાં ધુલે મહારાષ્ટ્રના રહેવાસી પ્રમોદ યુવરાજ વાનખેડેએ લખાવેલી ફરિયાદ મુજબ ફ્લેટ નંબર-10 બીલ્ડીંગ-બી શાંતિ પ્લાઝા વડગાંવ પુણે મહારાષ્ટ્રના બાઈક ચાલક મરનાર યુવરાજ આત્મારામ પાટીલ ઉ.વ.૫૫ નાઓ સાથે તેમની મોટર સાઈકલ નંબર MH-18-BF-6446 ઉપર બેસીને અંકલેશ્વર ખાતેથી તેમના વતન લોનપંચમ તા. અમલનેર જીલ્લો જલગાંવ (મહારાષ્ટ્ર) ખાતે જતા હતા તે વખતે સાગબારા ગામ નજીક જુની આર.ટી.ઓ.ઓફીસ નજીક તેમની મોટર સાઈકલ પુરઝડપે હંકારી લઈ જઇ તેમની મોટર સાઈકલ રોડ ઉપર આવેલ ખાડામાં સ્લીપ ખાઈ જમીન ઉપર નીચે પડી જતા લક્ષ્મણ જગન્નાથ ઠાકરે એ પોતાને ડાબા હાથના ખભા પાસે ફેક્ચરની ઈજા પહોંચાડી તથા મોટર સાઈકલ પાછળ બેઠેલ મરનાર યુવરાજ આત્મારામ પાટીલ નાઓને માથામાં પાછળના ભાગે જમણી બાજુ ગંભીર ઇજા પહોંચી હતી.

વધુમાં લખ્યું છે કે જમણાં હાથે કાંડા પાસે તથા ડાબા હાથે પંજામાં ચામડી ફાટી જતા લોહી નીકળતા તેમને પ્રથમ સારવાર સાગબારા સરકારી દવાખાનામા કરાવી વધુ સારવાર માટે સીવીલ હોસ્પીટલ રાજપીપલા ખાતે લઈ જતા હતા તે વખતે ખામર ગામ નજીક સારવાર દરમ્યાન મોત નીપજાવતા સાગબારા પોલીસે બાઈક ચાલક લક્ષ્મણ જગન્નાથ ઠાકરે વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.