બાંગ્લાદેશ: નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનું નેતૃત્વ કરવા માટેની મળેલી બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનની અધ્યક્ષતામાં આ મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની ખબર બહાર આવી છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે યુનુસ ગરીબી સામે લડવાને લઈને ‘ગરીબના બેંકર’ તરીકે જાણીતા છે. તેઓ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી હતા. બેઠકમાં વચગાળાની સરકારના નેતા બનાવવાના વિધાર્થીઓના પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો હતો. બેઠકમાં વિધાર્થીઓ અને ત્રણેય સેનાના વડાઓએ ભાગ લીધો હતો.

મોહમ્મદ યુનુસ કોણ છે ?

મોહમ્મદ યુનુસનો જન્મ 28 જૂન 1940ના રોજ થયો. તેઓ બાંગ્લાદેશના અર્થશાસ્ત્રી, બેંકર, સામાજિક ઉધોગસાહસિક અને નાગરિક સમાજના નેતા છે. 1961 થી 1965 દરમિયાન બાંગ્લાદેશની ચિત્તાગોંગ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને બાદમાં વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું. તથા પછી 1983માં ગ્રામીણ બેંકની સ્થાપના કરી એમાં ગરીબોને પોતાના નાના પાયાના ઉદ્યોગો શરૂ કરવા માટે લોન આપવાની વ્યવસ્થા ઉભી કરી અને બાંગ્લાદેશના લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢયા. યુનુસના કામના લીધે 2006માં નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરાયા.

જાણવા મળ્યું છે કે તેમણે 2007માં નાગરિક શક્તિ નામનો રાજકીય પક્ષ પણ બનાવ્યો હતો. મોહમ્મદ યુનુસને નોબેલ સિવાય 2009માં પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ અને 2010માં કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ એનાયત કરાયા છે. તેઓ શ્રમ કાયદાના ભંગ બદલ 6 મહિનાની જેલની સજા પણ ભોગવી ચૂકયા છે. યુનુસ 2012 થી 2018 સુધી સ્કોટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીના ચાન્સેલર પણ રહ્યા છે. અને 1998 થી હાલ 2021 સુધી યુનાઈટેડ નેશન્સ ફાઉન્ડેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય તરીકે રહ્યા હતા.