તાપી જિલ્લાના આંતરિયાળ ગામ ખડકા ચીખલીના સેવાભાવી હ્યુમન એલાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટના સેવાભાવી ટ્રસ્ટી અંકિત ગામિત જે બ્લડ ડોનેશન,વિદ્યાર્થીઓને સ્ટેશનરી નોટબુક તેમજ સ્કૂલ કોલેજ ફી માટે મદદ, ગરીબ દર્દીઓને હોસ્પિટલ બિલ માટે મદદ, ગરીબ પરિવારોને અનાજ કરિયાણાની મદદ જેવી સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર રહેતા હોય છે
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ એમણે પોતાના વિસ્તારના ગરીબ બાળકો માટે સેવકાર્યો કરવા સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ અને વલસાડ ડોક્ટર્સ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અને ખેરગામના સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલ પાસે ગરીબ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ સચવાઈ રહે અને લોકોને અતિશય રાહત દરે સુવિધા મળી રહે તે હેતુથી લેમિનેશન મશીનની માંગણી કરેલ, તે ડો.નિરવ ભુલાભાઇ પટેલે સહર્ષ સ્વીકારતા અંકિત ગામિતને લેમિનેશન મશીન આપેલ.આ પ્રસંગે ડો.નિરવ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવેલ કે મારી માતા ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક હોવાથી અને ઘરમાં શિક્ષણનું વાતાવરણ પહેલેથી હોવાથી શૈક્ષણિક પ્રવૃતિઓ પહેલેથી મને ખુબ જ પ્રિય રહી છે
ખાસ કરીને છેવાડાના ગરીબ વિદ્યાર્થીઓ જિંદગીમાઁ પ્રગતિ કરે તે માટે યોગ્ય સુવિધાઓ સાથે શિક્ષણ મળી રહે તે જરૂરી છે.આવી પ્રવૃતિઓ કરવાથી મારું મન ખુબ જ આનંદની લાગણીઓ અનુભવે છે,અને કુદરતને હું હંમેશા પ્રાર્થના કરું છું કે મને દુઃખી અને સાચા જરૂરિયાતમંદ માણસોના આંસુઓ લુછવા માટે વધારે ને વધારે શક્તિ આપે.