ડેડીયાપાડા: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં વેલજી રતન સોરઠીયા પ્રાઇવેટ લિમિટેડ કંપની છેલ્લા એક વર્ષથી પાણીની પાઇપલાઇન સહિતની કામગીરી માટે પાણી પુરવઠા વિભાગે આ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં કામ કરતાં કંપનીની બેદરકારીન લીધે મોત થયાનું બહાર આવ્યું છે

Decision News ને મળેલી માહિતી મુજબ આ કંપનીની કેમ્પસાઈટ ડેડિયાપાડાના તાલુકાના કોકમ ગામ ખાતે આવેલ છે, જ્યાં લોખંડની પાઇપનો સ્ટોક કરવામાં આવે છે, આ કેમ્પ સાઇટમાં પાઇપ સ્ટોક કરતી વેળાએ કોઈ પણ સેફ્ટીની સુવિધાઓ આપ્યા વિના ગંભીર બેદરકારી પૂર્વક આદિવાસી કામદારો પાસે કામ કરાવતા હતા, જેમાં અચાનક લોખંડની પાઇપ ધસતા નીચે કામ કરતા શનાભાઈ વસાવાનું દબાઈ જતાં મોત થયું છે.

ઘટના સ્થળ પર કામદારના મૃતદેહને જોતા સ્પષ્ટ દેખાઈ આવે છે કે કંપની કોઈ પણ પ્રકારની સેફ્ટી સાધનો કામદારને આપ્યા હોઈ તેવું જોવા મળ્યું નથી. પાઇપ સ્ટોક કરી વેળાએ હેલ્મેટ, સેફ્ટી બુટ, હાથ મોજા સહિતના સાધનો કામદારને આપવાના હોય પરંતુ સરકારના નીતિ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હોઈ તેવું સ્પષ્ટ જોવા મળે છે. આ અંગે વહીવટી તંત્ર સેફ્ટી બાબતે શું પગલે ભરશે તે જોવું રહ્યું કારણકે આવી ઘટના બીજા કોઈ કામદાર સાથે ન થાય એ હેતુ થી વહીવટી તંત્રે બેદરકાર કંપની, કોન્ટ્રાક્ટ સામે કડક કાર્યવાહી થઈ તે જરૂરી છે.લુકાના કોકમ ગામ ખાતે આવેલ છે, જ્યાં લોખંડની પાઇપનો સ્ટોક કરવામાં આવે છે, આ કેમ્પ સાઇટમાં પાઇપ સ્ટોક કરતી વેળાએ કોઈ પણ સેફ્ટીની સુવિધાઓ આપ્યા વિના ગંભીર બેદરકારી પૂર્વક આદિવાસી કામદારો પાસે કામ કરાવતા હતા, જેમાં અચાનક લોખંડની પાઇપ ધસતા નીચે કામ કરતા શનાભાઈ વસાવાનું દબાઈ જતાં મોત થયું છે.

આ અંગે વહીવટી તંત્ર સેફ્ટી બાબતે શું પગલે ભરશે તે જોવું રહ્યું કારણકે આવી ઘટના બીજા કોઈ કામદાર સાથે ન થાય એ હેતુ થી વહીવટી તંત્રે બેદરકાર કંપની, કોન્ટ્રાક્ટ સામે કડક કાર્યવાહી થઈ તે જરૂરી છે.