ધરમપુર: ગતરોજ સાંજે ધરમપુર તાલુકા ખાતે આવેલ સ્વામિનારાયણ હોસ્ટેલ બાયપાસ રોડ ધરમપુરમાં રહેતી એક વિધાર્થીનીને વોર્ડન મેડમ આશાબેન દ્વારા બાથરૂમમાં પુરી દેવામાં આવતાં તેમની તબિયત લથડતાં હોસ્પીટલમાં ખસેડવાની ફરજ પડી હોવાની ઘટના બહાર આવી છે.
Decision News સાથે વાત કરતાં કલ્પેશ પટેલ જણાવે છે કે ગતરોજની સાંજે ધરમપુર તાલુકા ખાતે આવેલ સ્વામિનારાયણ હોસ્ટેલ બાયપાસ રોડ ધરમપુરમાં રહેતી એક વિધાર્થીનીને રૂબરૂ મુલાકાત લેતા જણાવેલ માહિતીના આધારે વોર્ડન મેડમ આશાબેન દ્વારા બાથરૂમમાં પુરી દેવા આવતા રાજચંદ્ર હોસ્પિટલ ખાતે એડમિટ કરવાની ફરજ પડી હતી.
તેમણે વધુમાં કહ્યું કે અમારા આદિવાસી વિસ્તાર ધરાવતા ધરમપુર તાલુકામાં સરકારશ્રીનું ભણછે ગુજરાત બોલછે ગુજરાત એ સૂત્ર ચારિતાર્થ થતું નથી. દીકરીને બાથરૂમમાં પુરી દેવાની વાત દીકરીના પિતાને મળતા એમના દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી જે બાબતે ગતરોજ આદિવાસી સમાજ અગ્રણીઓ દ્વારા જાણ કરતા સમાજના અગ્રણીઓ સાથે રૂબરૂ મુલાકાત લીધી અને ધરમપુર પી.એસ.આઈ.શ્રીને લેખિતમાં ફરિયાદ આપી અને CCTV કેમેરા ચેક કરી અને યોગ્ય ન્યાય આપવા માટે ફરિયાદ કરવામાં આવી અને પી.એસ.આઈ.શ્રી દ્વારા પણ યોગ્ય તપાસ કરી સાચી માહિતીના આધારે દીકરીને ન્યાય મળે તેની માંગ કરાઈ છે.











