વલસાડ: ગતરોજ વલસાડનાં ધરમપુર રોડ પર ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર આવેલા તલાસરીના વેવજી નાનાપાડા ગામના બે બાઈક સવાર યુવકો અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળ પર જ મૃત્યુ થઇ ગયાનું ખબર આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર આવેલા તલાસરીના વેવજી નાના પાડા ગામનાં જીતુભાઈ પ્રવીણભાઈ ઘોડી અને મનોજભાઈ ચંદુભાઈ ઘોડી નામનાં યુવકો વલસાડનાં ધરમપુરનાં નાગરિયામાં રહેતી તેમની બહેનને ત્યાં લગ્ન પ્રસંગે આવ્યા હતા. લગ્ન પ્રસંગ માણી મોડી રાત્રે બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે વલસાડનાં ધરમપુર રોડ પર આવેલા પાથરી ગામ નજીક કોઈ કારણસર તેમની બાઈકને અકસ્માત નડતા બંને મિત્રો રસ્તા પર પટકાયા હતા. જેમાં બંને યુવાનોને માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ બંને યુવાનોનાં કરુણ મોત નિપજ્યા હતા.
આ અકસ્માતના બનાવની જાણ વલસાડ રૂરલ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં આ બંને યુવાનોના પરિવારમાં આકસ્મિક મોતની ઘટનાને લઇને શોકનું વાતાવરણ પ્રસરી ગયું છે.











