દાહોદ: હાલમાં જ દાહોદના બિરસા મુંડા ભવનથી દાહોદ, પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં આદિવાસી સમાજના લોકોને દેવું કર્યા વગર લગ્ન કરવા માટે એક માસ સુધી જાગૃત કરવા આદિવાસી ભીલ સમુદાય લગ્ન બંધારણ પ્રચાર રથ ગામે ગામ લોકોને સમજ આપી રહ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આ લગ્ન બંધારણ પ્રચાર રથ દાહોદ, પંચમહાલ અને મહિસાગર એમ ત્રણ જિલ્લામાં ફરીને જનજાગૃતિ – ફેલાવવા સાથે ભવિષ્યમાં સમાજ દ્વારા આયોજિક સમુહ લગ્નમાં જોડાવવા માટે એક મહિના સુધી ગામે ગામ ફરીને આહ્વાહન કરી લોકોને લગ્ન બંધારણ પુસ્તિકાનું વિતરણ કરી દેવું કર્યા વગર લગ્ન કરવા માટે લોકોને સમૂહ લગ્નમાં જોડાવવા સમજાવશે.

આ રથના પ્રસ્થાન પ્રસંગે બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી સી.આર. સંગાડા, ઉપપ્રમુખ ડૉ. અનીલભાઈ બારીયા, કન્વિનર એફ.બી.વહોનિયા, અગ્રણીઓ બી.કે.પરમાર, શ્રીમતિ લતાબેન વહોનીયા, શ્રી રાજુભાઇ વસૈયા, સૂચિત ભીલ સમાજ પંચના હોદ્દેદારો, મેનેજમેન્ટ સમિતિના સભ્યોની ઉપસ્થિત રહ્યા હતા.