કપરાડા: ગતરોજ આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાંવિત દ્વારા માંડવા મોડેલ સ્કૂલ નો રસ્તો ઘણો ખરાબ હોવાથી તેના સમારકામ માટે પગલાં ભરવામાં આવે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીને લેખીતમાં રજુઆત કરવામાં આવી હતી

Decision News ન મળેલી માહિતી મુજબ જયેન્દ્ર ગાંવિત એ જણાવ્યું કે ઘણી વખત સ્થાનિક કપરાડા વિધાન સભા ના ધારાસભ્ય તેમજ તમામ તાલુકા વિભાગ સરકારી કચેરી ખાતે પણ વારમ વાર રજૂઆતો કરવાં છતાં કોઇ પણ વિભાગે ધ્યાને લેવામાં આવેલ નથી. જેથી હવે જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી ને લેખીત રજુઆત કરી છે.

હવે જોવા રહ્યું જે વર્તમાન સરકાર કહે સે કે સબકા સાથ સબકા વિકાસ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ, વિકસિત ભારત સંકલ્પ યાત્રા G20 હવે મોડેલ સ્કૂલનો રસ્તો ડામર રોડ, વરોલીતલટ મૂખ્ય રસ્તાથી મોડેલ સ્કૂલનો આશરે 1 કી. મી. સુધી કેટલાં દિવસોમાં બનશે ?