ડેડીયાપાડા: ગતરોજ ડેડીયાપાડામાં શાકભાજી ભરેલી GJ 16 CH 0296 નંબર ઇકો મેડિયાસાગ ગામમાંથી પસાર થતી નદી પલટી મારી જતા તેમાં સવાર બે વ્યક્તિઓને પગના ભાગમાં અને ચહેરા પર બીજા પહોંચી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

Decision News ને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ GJ-16-CH-0296 નંબરની ઇકો ડેડીયાપાડા તાલુકાના મેડિયાસાગ ગામમાંથી પસાર થતી નદી પર આવી પલટી મારી ગયાની ઘટના બનવા પામી હતી જેમાં બે સવાર વ્યક્તિઓને પગમાં અને ચેહરાના ભાગમાં ઈજાઓ થઇ હોવાનું સ્થાનિકોનું કહેવું છે.

ઇકોમાં સવાર સાથે સ્થાનિક લોકોએ વાત કરતા જાણવા મળ્યું હતું કે તેઓ G.I.D.C અંકલેશ્વરના રહેવાસી છે. અકસ્માત સ્થળે લોકો ભેગા તી જતાં ઘાયલ થયેલા સવારોને ઇકોમાંથી બહાર કાઢી તેમની પ્રાથમિક સારવાર ઘટના સ્થળે કરવામાં આવી હતી.