સેલવાસ: નગર પાલિકા સેલવાસ દ્વારા સ્થાવર પ્રોપર્ટી માટે જરૂરી ઓ.સી સર્ટિફિકેટ માટે આવનાર 7 અને 8 નવેમ્બરના રોજ દરબાર લગાવશે. જેથી કરીને નગર પાલિકા વિસ્તારમાં રહેતા પ્રોપર્ટી ધારકો કે જેમને હજી સુધી ઓ.સી નથી મળી એ મેળવવા માટે સુવિધા થઈ જશે.

જુઓ વિડીયો..

સેલવાસ નગર પાલિકાના યુવા કાર્યકારી અધિકારી સંગ્રામ સીંદેએ પ્રેસ વાર્તા કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમને જણાવ્યું હતું કે નગર પાલિકા વિસ્તારમાં ઘણા લોકોની ઓ.સી મેળવવા માટેની અરજી પેન્ડિંગ છે. તેમની અરજીનો નિકાલ કોઈને કોઈ કારણસર હજુ સુધી ન આવ્યો હોય એવી બધી જ અરજીને દરબાર ભરીને નિકાલ કરવામાં આવશે.સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે નગર પાલિકા દ્વારા આ સેવા માટે કોઈ પણ પ્રકારનો કર લેવામાં આવતો નથી.જો કર લેવામાં આવે છે તો એની પાકી રસીદ નગર પાલિકા દ્વારા આપવામાં આવે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે વચેટીયા દ્વારા ઓ.સી કઢાવી આપવા માટે પૈસાની માંગણી કરવામાં આવે તો આવા લોકો પર પ્રશાસનની પૂરતી નજર છે. અને તેમના ઉપર કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે. સેલવાસ નગર પાલિકાના કાર્યકારી અધિકારી દ્વારા ભ્રષ્ટાચાર અને વચેટીયા વિરુદ્ધનું આ પગલુને લોકો આવકારી રહ્યા છે.