ડાંગ: ડાંગના જંગલોમાં અવારનવાર લાશ મળ્યાની ઘટનાઓ બહાર આવતી હોય છે ત્યારે ફરી એક વખત આહવાથી વઘઈ તરફ જતા રસ્તામાં આહવાથી 2 કિમી દૂર ચિચીના ઉતારા નામના વિસ્તારમાં આવેલા જંગલમાં એક અજાણ્યા યુવાનની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ આહવાથી વઘઈ તરફ જતા રસ્તામાં આહવાથી 2 કિમી દૂર ચિચીના ઉતારા નામના વિસ્તારમાં રોડ સાઈડ ડીવાઈડરનુ કલર કામ ચાલી છે ત્યારે આ કામ કરતા કામદારોનું ધ્યાન રસ્તાથી પંદરેક ફૂટ દૂર જંગલના ગયું અને તેમને ત્યાં એક અજાણ્યા યુવાનની લાશ દેખાઈ હતી અને કામદારોમાં કોની લાશ હશેની ચર્ચાનો  વંટોળ શરુ થઇ ગયો હતો.

આ ઘટના વિષે પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે જંગલમાં ઘટના સ્થળ પર આવી લાશનો કબજો લઇ PM પ્રક્રિયા માટે આહવા સિવિલ હોસ્પિટલમાં કામગીરી હાથ ધરી હતી. આ લાશ કોનું છે આ હત્યા છે કે આત્મહત્યા એ વિષે હજુ સુધી કઈક પણ બહાર આવ્યું નથી.