નેત્રંગ: ગતરોજ નેત્રંગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છનાભાઇ શાંતિલાલ વસાવા અને જી.આર.ડી દોલતસિંહ પાંચીયાભાઇ વસાવા જુનુ નેત્રંગ પોલીસ સ્ટેશન 50,000 લાખની લાંચ લેતા ACBના રંગે હાથ પકડાયાની ઘટના બનવા પામી હતી જેમાં હેડ કોન્સ્ટેબલ છનાભાઇ વસાવા હાલમાં ફરાર થઇ ગયા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ નેત્રંગમાં નાનાભાઈને ઇંગ્લીશ દારુની દોઢ પેટી ક્વાટરીયા સાથે નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાઈ ગયા હતા ત્યારે નેત્રંગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છનાભાઇ શાંતિલાલ વસાવા અને જી.આર.ડી દોલતસિંહ પાંચીયાભાઇ વસાવાએ ફરિયાદીના ભાઈને વોટસએપ કોલ કરી જણાવેલ કે, “તારા ભાઇને માર ન મારવા માટે અને સૌથી નાના ભાઇનુ નામ ફરીયાદમાંથી હટાવી દેવા માટે રૂ.1,00,000/- સાહેબે કીધા છે.” એમ 1 લાખની માંગણી કરી હતી ત્યારે આ વિષે ફરિયાદીએ ACB ને વાત કરી અને ACB એ આ બંનેને પકડવા માટે એક ટ્રેપ ગોઠવ્યું હતું જેમાં શ્રી એસ.વી.વસાવા, પોલીસ ઇન્સ્પેકટર દ્વારા હેડ કોન્સ્ટેબલ છનાભાઇ શાંતિલાલ વસાવા અને જી.આર.ડી દોલતસિંહ પાંચીયાભાઇ વસાવા જુનુ નેત્રંગ પોલીસ સ્ટેશન 50,000 લાખની લાંચ લેતા ACBના રંગે હાથ પકડાય ગયા હતા.

હાલમાં હેડ કોન્સ્ટેબલ છનાભાઇ શાંતિલાલ વસાવા ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે જી.આર.ડી દોલતસિંહ પાંચીયાભાઇ વસાવાની ધરપકડ કરવામાં આવી છે. આવનારા સમયમાં ફરાર આરોપીને પણ જેલના સળિયા પાછળ રેહશેનું આશ્વાસન પોલીસે લોકોને આપ્યું છે.