માંડવી: સુરત જિલ્લાના માંડવી તાલુકાના આવેલી ઉત્તર બુનિયાદી આશ્રમશાળા દેવગઢમાં ધોરણ 11 માં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓ નદીમાં નહાવા ગયા હતા ત્યારે ડૂબી જવાથી બંનેના મૃત્યુ થયાની ઘટના સામ આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ માંડવી તાલુકામાં આવેલી ઉત્તર બુનિયાદી આશ્રમશાળા દેવગઢમાં ધોરણ 11 માં અભ્યાસ કરતાં ઉમરપાડા તાલુકાના જોડવાણ ગામના કેનવાડા ફળિયામાં રહેતાં હિતેષભાઇ તાનાજીભાઇ વસાવા અને સાવનભાઈ યશવંતભાઈ વસાવા નામના બે વિદ્યાર્થીઓ નદીમાં નાહવા માટે ગયા હતા ત્યાં ઊંડા પાણીમાં ગરકાવ થઇ ડૂબી જતાં બનનું મોત થયું હોવાની ઘટના બની હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર માંડવી તાલુકામાં બનેલી બંને વિદ્યાર્થીઓની ડૂબી જવાની આકસ્મિક ઘટના 3 વાગ્યાની આસપાસ દેવગઢ નદીમાં બની હતી. જેને લાઈન હાલમાં આશ્રમશાળામાં, ગામમાં અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.