દાનહ: સમગ્ર ગુજરાતની જેમ જ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે કલેકટરની ઉપસ્થિતિમાં રન ફોર યુનિટીનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી

Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ દાનહ પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાનહ કલેક્ટર ઓફીસથી કિલવણી નાકા થઈને ફરીથી કલેક્ટર ઓફીસ ખાતે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ ઉપસ્થિત લોકોએ એકતા શપથ લીધા હતા.

આ કાર્યક્રમમાં દાનહ કલેક્ટર, એસ.એમ.સી કાર્યકારી અધિકારી,જિલ્લા પંચાયત કાર્યકારી અધિકારી,નાગરિકો, શાળાના બાળકોએ ભાગ લીધો હતો.આ સિવાય જેલના કેદીઓ માટે પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.