સેલવાસ: વર્તમાન સમયમાં હત્યા કર્યાની ઘટના મોટા પ્રમાણમાં વધી રહી છે ત્યારે સેલવાસના સાયલી વિસ્તારમાં આવેલી આલોક ગારમેન્ટ કંપનીના સુપરવાઈઝર પર કર્મચારી દ્વારા ચપ્પુ વડે હુમલો કરી મારી નાખવાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ સેલવાસના સાયલી વિસ્તારમાં આવેલી આલોક ગારમેન્ટ કંપનીના સુપરવાઈઝર ઉપર કંપનીના જ કર્મચારી ઉપર ચપ્પુ વડે હુમલો કર્યાની ઘટના બની હતી. જેમાં રાજીવકુમાર નામના સુપરવાઈઝર ગંભીર રીતે ઘાયલ ઘાયલ થતા સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે તાત્કાલિક દાખલ કરવામાં આવ્યો હતો.

એવું જાણવા મળ્યું છે કે સુપરવાઈઝર રાજીવકુમાર રમાશંકર યાદવ રહે છે અને તે સાયલી મધુભાઈની ચાલ તેમાંથી પોતાની નોકરી અર્થે જઈ રહ્યો હતો ત્યારે કંપનીમાં કામ કરતા એક કામદારે તેના ઉપર ઘાતક ચપ્પુથી હુમલો કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે હુમલો કરનારને પકડી લીધો હતો અને આ હુમલો કર્યાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.