આહવા: સરકારી વાણિજ્ય અને વિનિયન કોલેજ-આહવાના ખેલાડીઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર ઝોનલ કબડ્ડી સ્પર્ધામા બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે એક ખેલાડી આંતર યુનિવર્સિટીની ટીમમા પસંદગી પામ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ તારીખ 20 અને 21 ઓક્ટોબર 2023 ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આંતર ઝોનલ કબડ્ડી સ્પર્ધા અને આંતર યુનિવર્સિટી પસંદગીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ સ્પર્ધામા સરકારી વાણિજ્ય અને વિનિયન કોલેજના ખેલાડીઓએ પોતાનો ઉત્ક્રુષ્ટ દેખાવ કરતા આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધામા બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

આંતર યુનિવર્સિટી સિલેક્શનમા આહવા કોલેજના કુલ 7 ખેલાડીઓ ભાગ લીધો હતો જેમા એફ.વાય.બીએ ના સાબળે નૈનેશભાઇ સિતારામભાઇનુ સિલેશન થયુ હતુ. જે વિધ્યાર્થી તારીખ 02/11/2023 ના રોજ ઇંદોર ખાતે વેસ્ટ ઝોન યુનિવર્સિટી કબડ્ડી રમતમા ભાગ લેવા જશે. આંતર યુનિવર્સિટી સ્પર્ધામા આહવા કોલેજના આચાર્યશ્રી ડો.ઉત્તમ ગાંગૃરડેના નેજા હેઠળ કોલેજના પ્રાધ્યાપક પી.ટી.આઇ શ્રીમતી હિતાક્ષી. આર. મૈસુરીયા દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ અને માર્ગદર્શન પુરૂ પાડવામા આવ્યુ હતુ.