ડેડીયાપાડા: આજરોજ તારીખ 22 ઓકટોબર 2023 ના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડાના આચાર્ય ડૉ.અનિલાબેન પટેલના અધ્યક્ષ સ્થાને NSS ના સ્વયંસેવકો દ્વારા નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામના નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકો માટે કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું.

Decision News ને મળેલી માહિતી મુજબ કરિયાણાની કીટમાં સ્થાનિક આગેવાનોની મદદ લઈ એન. એસ. એસ. ના સ્વયંસેવકો દ્વારા અંદાજિત 100 જેટલી કીટનું ( ચોખા, દાળ, તેલ , ડુંગળી બટાકા, હળદર, મરચું, ) વિતરણ કરવામાં આવ્યું હતું. આ કરિયાણાની કિટ બનાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા ડેડીયાપાડા બજારમાં દુકાને દુકાને જઈ નદીકાંઠા વિસ્તારના અસરગ્રસ્તો માટે જાહેર જનતા પાસેથી મદદરૂપ થવા માટે ફંડ ઉઘરાવવામાં આવ્યું હતું.

આ સિસોદ્રા ગામના નદીના કાંઠા વિસ્તારના સેવાયજ્ઞમાં NSS સાથે જોડાયેલા 8 વિદ્યાર્થીઓ સાથે પ્રોગ્રામ ઓફિસર ડો. રમેશભાઈ વસાવા અને સાથી અધ્યાપક અધ્યાપક ડો. સુરતનભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા હાજર રહ્યા હતા.