નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી)ની કામગીરી ચાલી રહી છે, ત્યારે સ્થાનિકો દ્વારા મોટા પ્રમાણમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરી ગેરરીતિ થઈ હોય તેવી ફરિયાદો ઉઠાવી છે. સાથે જ પર્યાવરણને પણ નુકસાન કરી વર્ષો જૂના વૃક્ષો ઉખાડી નાખવામાં આવ્યા છે. જે પણ તપાસનો વિષય છે.

જુઓ વિડીઓ…

ડેડીયાપાડા તાલુકાના ગામોમાં પીપલાકંકાલા કનબુડી મિશન ફળ્યામાં મનરેગાની કામગીરી હેઠળ માટીમેટલ ના રસ્તા નાના કોઝવે બાનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી નિયમ પ્રમાણે ન થતી હોઈ અને કામગીરીમાં છબરડાઓ જોવા મળી રહ્યા છે. રેતી, સિમેન્ટ સહિતનું મટીરીયલ હલકી કક્ષાનું વાપરવામાં આવી રહ્યું છે, જેથી ગુણવતાવિહીન કામ થી આ કોઝવે લાબો સમય ટકશે કે નહિ એ પણ બહુ મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.!

આદિવાસી વિસ્તારમાં આવા ગુણવતા વગરના હલકી કક્ષાનું મટીરીયલ વાપરી એજન્સી અને અધિકારીઓ દ્વારા ભષ્ટ્રાચાર કર્યો હોય તેવા એધાણ વર્તાઈ રહ્યાં છે. વહીવટી તંત્ર આ મુદ્દે તટસ્થ તપાસ કરી આદિવાસી વિસ્તારમાં થતાં કામો ચોક્કસ પ્રમાણમાં સારા થાય જેથી લોકોને ચોમાસા દરમિયાન રસ્તાના કારણે પડતી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.

પોતાના વિસ્તારમાં થતાં કામોમાં સ્થાનિક લોકોએ પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ, કારણ કે જે પણ કામ થાય છે, એ લોકો દ્વારા ભરવામાં આવતા ટેક્સના પૈસાથી થતાં હોય જેથી તકલાદી કામ ન થાય અને પોતાના ગામ કે વિસ્તારમાં ગુણવત્તાયુક્ત કામ થાય તેના માટે જાગૃત થવું પડશે.