ડાંગ: ગતરોજ આહવા તાલુકાનાં ગારમાળ ગામનાં માછલી ઉછેર તલાવડીમાં સુગર ફેકટરીમાં મજૂર ભરી જતી ટ્રકનાં ડ્રાઈવર સાથે ન્હાવા પડેલા માંડવી તાલુકાના જામનકુવાના સગીરનું ડૂબી જતા મોત નિપજ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ સુરતના માંડવી તાલુકાના જામનકુવાના ગામીત ફળિયામાં રહેતા ઉદેસિંગ કાલુભાઈ ગામીત ગતરોજ સુગર ફેકટરીમાં મજૂર ભરી જતી ટ્રકનાં ડ્રાઈવર સાથે ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ગારમાળ ગામે આવ્યો હતો. ત્યાં તેઓ ગારમાળ ગામની સીમમાં આવેલા માછલી ઉછેર તલાવડીમાં ન્હાવા માટે ગયો હતો. આ તલાવડીમાં ન્હાવા પડેલા ઉદેસિંગનું ડૂબી જવાથી મોત મોત નિપજ્યું હતું.

આ બનાવની જાણ સાપુતારા પોલીસ મથકે થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલમાં સાપુતારા પોલીસની ટીમે લાશનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.