કપરાડા: વર્તમાન સમયમાં કપરાડા સિવાયના તમામ તાલુકાઓમાં ફાયર સ્ટેશન સેન્ટરની સુવિધા છે, કપરાડા ખૂબ જ મોટો અંતરિયાળ વિસ્તાર છે. અહી કપરાડાની કમનસીબ કહેવાય હજુ સુધી ફાયર સ્ટેશન સેન્ટર ઉપલબ્ધ કરાવવા સરકાર દ્વારા ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. ત્યારે સ્થાનિક જાગૃત યુવાનો દ્વારા આ બાબતને લઈને ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મોજે બિલિયા ગામના વ્યક્તિઓ ગામમાં આવેલ ચેકડેમમાં તણાયા હતા. કપરાડા ખાતે ફાયર સ્ટેશન સેન્ટરની સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે તેઓને બચાવી શકાયેલ નથી તથા બે દિવસ જેટલા લાંબા સમયગાળા બાદ મૃતદેહો મળિયા હતા. સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડ ધરમપુર ભારે જહેમત ઉઠાવી નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.આવી અનેક ઘટના કપરાડા તાલુકા માં ઘણી બધી બની ચૂકેલી છે.પાર નદી કોલક નદી દમણગંગા નદીમાં અનેક લોકો ડૂબી જવાની આકસ્મિક ઘટના બની છે. આગ મકાનો સળગી કે તૂટી પડવાની પણ ઘટના ઓ બની છે. તેમાં ફાયર સ્ટેશન ન હોવાના કારણે લોકો ને જાન ગુમાવવી પડી હતી.

આમ કપરાડા તાલુકામાં ફાયર સ્ટેશન ઊભું થાય તેવી લોક માંગને લઈને જાગ્રત યુવાનો અને કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન માહલા દ્વારા કપરાડા માં ફાયર સ્ટેશન સેન્ટર ઉપલબ્ધ કરાવવા કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, કલેક્ટરશ્રી વલસાડ, મુખ્યમંત્રીશ્રી ગાંધીનગર, ગુજરાત ને આવેદનપત્ર પાઠવ્યું છે.