નવસારી: ગતરોજ નવસારી હાઇવે પર ઉન પાટીયા ગામ પાસે વહેલી સવારે 8 વર્ષનો એક દિપડો હાઇવે પાસ કરતાં ટ્રક સાથે અથડાતાં દીપડાના માથાના ભાગમાં ગંભીર ઈજા થતાં જ તેનું ઘટના સ્થળ પર જ મોત થયાની ઘટના બહાર આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ નવસારીના ઉન પાટીયા ગામમાંથી પસાર થતાં હાઈવે પર વહેલી સવારે 8 વર્ષનો એક દિપડોનો ટ્રક સાથે અકસ્માત થતાં દીપડાના માથાના ભાગમાં ગંભીર ઈજા થઇ અને તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો જેની જાણ વાહન ચાલકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી અને વનીકરણ વિભાગ નવસારી સુપા રેન્જ દ્વારા દીપડાની લાશનો કબજો લઇ PM ની પ્રક્રિયા હાથ ધરી હતી.

નવસારીના વિવિધ ગ્રામીણ વિસ્તારના ગામડાઓમાં રાત્રિના સમયે દિપડો દેખાવાની ઘટના સામે આવી છે અન્ય કિસ્સામાં દીપડો શિકાર કરતો હોય પણ ગતરોજ દીપડો જ અકસ્માતનો શિકાર બન્યો હોવાની વાતો પ્રસરતા લોકોમાં કુહુતુલ જોવા મળી રહ્યું છે.