વલસાડ: ધરમપુરના માલનપાડાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હાઇસ્કુલમાં ઓલ ઈન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપ 2023નું આયોજન આર્મર માર્શલ આર્ટ્સ ગુજજુ કરાટે એસોસિયેશન સેલ્ફ ડિફેન્સ કરાટે એસોસીએશન ઓફ વલસાડના ફાઉન્દર ક્યોશી મનોજ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં અનેક વિધાથીઓ એ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં કરાટેવીરોએ કાટા અને કુમિટેમાં ભાગ લઈ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી ટુર્નામેન્ટને સફળ બનાવી હતી.

જુઓ વિડીઓ…

DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આજરોજ ઓલ ઈન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપમાં ધરમપુર તાલુકાના આદિવાસી સમાજમાંથી આવતા મોટીઢોલડુંગરી ગામના સરપંચશ્રી સુનિતા પટેલનો દીકરો રુદ્રવ પટેલએ પણ ભાગ લીધો હતો. જેમાં રુદ્રવ પટેલએ કુમિટેમાં ગોલ્ડ મેડલ અને કાટામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. અને આદિવાસી સમાજનું નામ રોશન કર્યું હતું.

રુદ્રવ પટેલ હેતાર્થ જીતકુને ડો એકેડેમી વલસાડ ખાતે સંદીપ શર્મા પાસે ટ્રેનિંગ લઇ રહ્યો હતો. જેથી ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા બાદ રુદ્રવ પટેલએ સંદીપ શર્મા સરનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.