નર્મદા: ગતરોજ નર્મદા વન વિભાગ રાજપીપલાના દોરવણી અને માર્ગ દર્શન મુજબ અન્ય જિલ્લામાંથી જંગલ ચોરીના લાકડા વાહતુક થવાના ગુપ્ત બાતમી ના આધારે ગતરોજ સરકારી ગાડીમાં પેટ્રોલીંગ કરતા જંગલ ચોરી ખેરનાં લાકડા ભરેલી અજાણીય પીકઅપ ગાડી ઝડપી પાડી.

Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ દેડીયાપાડાની ટીમ, રેંજ નો સ્ટાફ તથા રોજમદારો સાથે દેવમોગરા રાઉન્ડમાં ગુદવાણ ફાટક પાસે સરકારી ગાડીમાં પેટ્રોલીંગ કરતા અજાણી ગાડી નંબર વગર આવતા ગાડીને ઉભી રાખવા સંકેત આપતા સદર ગાડી ઊભી ન રાખતા સરકારી ગાડીમાં ફિલ્મી ઢબે પીછો કરતા ગુંદવાણ, નાની મોગરી ગામથી પુર્વ દિશામાં બગલા ખાડીમાં વાહન ઉતારી ભાગવાનો પ્રયત્ન કરતા નદીમાં વધારે પાણી હોવાથી જંગલ ચોરી ખેરનાં લાકડા ભરેલી પીકઅપ ગાડી ફસાઈ જતાં વાહન ચાલક તથા તેના સાથીદારો નદી તરીને ભાગી ગયા હતા.

બોલેરો પીકઅપ બીન વારસી નંબર વગરની અટક કરી વધુ તપાસ અર્થે સાગબારા લાવી પકડેલ મુદ્દામાલનો મોજમાપ કરતાં ખેર નંગ-૨૨ ઘન મી.૧.૨૬૯ જેની અંદાજીત કિંમત ૫૦૫૯૨/- તથા બોલેરો પીકઅપની અંદાજે ૯૦૦૦૦૦/- આમ કુલ મળી ૯૫૦૫૯૨/- કિંમત નું મુદ્દામાલ પકડી કબજો કરી લેવામાં આવ્યો છે.