ભરૂચ: આજના યુવાઓ જ્યારે વ્યશન અને ફેશન સાથે આધુનિક ની સાથે જીવવાનું વિચારતા હોય ત્યારે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના નવી જામુની ગામના યુવા પર્યાવરણપ્રેમી મુકેશ ચૌધરીની રસપ્રદ સ્ટોરી. જે ધણા સમયથી તેઓ પર્યાવરણ પ્રત્યે ની જાગૃતિ અને લોકોને પર્યાવરણ અંગે જાગૃત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતા મુકેશ ભાઈ ચૌધરી જેવો ઘણા વર્ષોથી વૃક્ષા રોપણ કરવાનું કાર્ય શરૂ કર્યું હતું અને તેમને એવું લાગ્યું કે આપણા વિસ્તારમાં જે જુના વૃક્ષો છે તેનું પણ જતન કરવું એટલું જ આવશ્યક છે તો તેમણે જાતે પોતાના વાડામાં એક નર્સરી ની શરૂઆત કરી અને ઘરે પણ પ્લાટ તૈયાર કરતાં હોય છે,તે આજુબાજુની સરકારી નર્સરીઓને‌ જરૂર વૃક્ષો ના બીજ પહોંચવા તેઓ મદદરૂપ બનતા.

Decision News ને મળેલી માહિતી મુજબ મુકેશભાઈ ખાસ કરીને સ્કૂલના છોકરાઓને અલગ અલગ વૃક્ષોના બીજ મંગાવતા અને તેમને ગિફ્ટ પેટે જે તે સમયે સીઝન જે ફળો હોય તેમને આપતા હોય છે. તેમણે વૃક્ષારોપણ ની શરૂઆત કરી અને કેટલાક સારા અને ખરાબ અનુભવ પણ થયા. જ્યારે તેમણે આવેલા જે વૃક્ષો છે તેમને ઉઘાડીને ફેંકી દેવામાં આવતા હતા પરંતુ તેઓ ” અડગ મનના મુસાફરને હિમાલય નહીં નડતો” તેવી જ રીતે વૃક્ષારોપણ કાર્ય સતત કરતા રહ્યા અને એમના જ કરે છે.તેમના અથાગ પ્રયત્નો થી તેઓ હાલ અનેક યુવાઓને વૃક્ષનું મહત્વ સમજાવતા હોય છે, અને વૃક્ષારોપણ કરવું અને તેનું જતન કરવા માટે માર્ગદર્શન આપતા હશે. તેઓને વૃક્ષો પ્રત્યે પ્રેમ ધરાવે છે. મુકેશભાઇ ચૌધરી એ હાલ રેલ્વે પોલીસમાં આર.પી.એફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)માં ફરજ બજાવે છે. હાલ તેમણે છેલ્લા ૧૦ વર્ષથી ૫ હજાર થી વધુ વૃક્ષારોપણ કર્યું અને તેનું જતન કરતા હોય તેઓ રજા નો તમામ સમય ઘરે આપવા નો‌ હોય છે, તેની જગ્યાએ તેઓ વૃક્ષો પાછળ તેઓ સમય વ્યતિત કરતા હોય છે, ત્યારે વૃક્ષોના બીજ નું એકઠા કરવાનું કાર્ય કરતાં હોય અને પ્લાટ પણ તૈયાર કરતાં હોય છે.

મુકેશભાઇ ચૌધરી જેઓ પોતાની ફરજ પૂરી કરીને સુરત સીટી રહેતા હોય ત્યાં તે રાત્રિ દરમિયાન તેઓ ખરાબ થયેલા માટલાં રસ્તા પર લોકો મુકી જતા હોય તે પોતાની ગાડી લઈ જઇને પોતાના રૂપ લઈ આવીને તેઓ તેમાં વડ, પીપળાના વૃક્ષ જે દિવાલ પર ઉગેલા હોય કાઢી લાવીને રોપતા. કોઇ પણ પ્રસંગે તેઓ ગિફટ આપવાની વાત કરવામાં આવે તો છોડ આપતાં હોય છે. સાથે મુસાફરી દરમ્યાન ” ” Save Nature Save Environment ” _ Go Green ટીશર્ટ પહેરીને પર્યાવરણ અંગે જાગૃત ફેલાવવા પ્રયાસો કરતા હોય છે. તેમનાં અન્ય રાજ્યોમાં જેમકે જમ્મુ કાશ્મીર કટરા તીર્થ સ્થળ પર,પંજાબ ગોલ્ડન ટેમ્પલ અમૃતસર,સિક્કીમ,પશ્ચિમ બંગાળ , દાર્જિલિંગ ,આસામ ગોવા વગેરે પર્યાવરણ જાગૃત નો સંદેશ પાઠવવામાં પ્રયત્ન કર્યો છે

વૃક્ષો ને બાળકની જેમ જતન કરતા હોય છે, જો એક જ છોડ નુકશાન કોઇ કરતે તો તેમનું મન ખુબ નિરાશ થઇ જાય છે. ઘરે આવશે ત્યાં તે શિયાળો હોય કે ઉનાળો દરેક પળે નૈસર્ગિક સૌંદર્ય અને પર્યાવરણ ને ખુબ ચિંતન કરતાં હોય કેમકે ગરમીનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગ સ્થિતિ થવા પામી છે,તો તેવી સ્થિતિમાં લોકોને તે બાબતે અવેર કરીને પર્યાવરણ નું જતન કરવા તરફ પ્રેરિત કરવા અથાગ પ્રયત્નો કરી રહ્યાં છે.

આજના આધુનિક યુગમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ નહીં દર્શાવી તો આવનાર સમયમાં વિપરીત પરિસ્થિતિ તો સામનો આવનાર પેઢીને ભોગવું પડશે. દિવસે અને દિવસે ભુગર્ભ જળ નીચે ઉતરતા જઇ રહ્યા છે.જરૂરીયાત કરતા વધારે પ્રમાણમાં બોરવેલ નું ખોદકામ કરવામાં આવી રહ્યાં છું,તેના કરતાં ઓછાં પ્રમાણમાં ભુગર્ભમાં પાણી ઉતારવામાં આવતું હોય છે.જે ભવિષ્યમાં એના પર પણ વિચારો મંથન કરવું હાલના તબક્કે અત્યંત આવશ્યક બની ગયું. મિત્રો આવનાર સમયમાં હાલ આપને જે વારસાગત પેઢીઓએ નૈસર્ગિક સંપતિ આપી છે,તે આવનાર પેઢી ને પણ આપણે તેનું જતન કરીને આવનાર પેઢી નહીં આપીશું તો આવનાર પેઢી આપણને માફ નહીં કરે.