સાગબારા: નર્મદા જિલ્લામાંથી પસાર થતાં ડેડીયાપાડા અને સાગબારા વચ્ચેના રોડ પર સાગબારા સાઈડ થી અમિયાર ગામ પાસે જે રોડની હાલની પરિસ્થિતિ એવી છે કે જ્યાં લોકોના જીવ પણ જઈ શકે છે. પુલના નીચેથી નદી પસાર થાય છે અને જે પુલ પર ઊંડા મોટા મોટા ખાડા પડી ગયાના દ્રશ્યોમાં સામે આવ્યા છે.
જુઓ વિડીયો..
રાજ્ય સરકાર ગુજરાતમાં વિકાસની મોટી મોટી વાતો દરરોજ કરે છે પણ ડેડીયાપાડા ને જોડતો નેશનલ હાઈવે નંબર 753 બી રોડ બિસ્માર હાલતમાં છે. સાગબારા સાઈડ થી અમિયાર ગામ પાસે રોડ અતિ ગંભીર સ્થિતિ છે. આ ઉપરાંત માસચોકડી, ગંગાપુર, કાલબી, મેડ્યાસાગ ,કંકાલા, જલારામ મંદિર દેડીયાપાડા અને દેડીયાપાડા હોન્ડા લક્ષમ શોરૂમ પાસેથી પુલ પર ત્રણથી પાંચ ફૂટના પહોળા ખાડા પડી ગયા છે ત્યાં ડેડીયાપાડા થી નિવાલ્દા પ્રાથમિક શાળા અને મિશન માધ્યમિક શાળા આવેલ છે તો ડેડીયાપાડા સાઈડ થી જતા વિદ્યાર્થીઓ બાળકોને ચાલતા જતા ખૂબ જ તકલીફ પડે છે અને ત્યાં દરરોજ ખૂબ ટ્રાફિક જામ થઈ જાય છે. સ્થાનિક લોકોની એવી માંગ છે કે રોડનું વહીવટીતંત્ર વહેલી તકે રોડનું સમારકામ કરાવે જેથી લોકોને પડતી હાલાકી ઓછી થાય.. પણ હવે જોવું રહ્યું કે તંત્રના બહેરા કાને ક્યારે આ વાત સંભળાય છે.

