ધરમપુર: આજરોજ ધરમપુર મામલતદાર કચેરીમાં જંગલ જમીનમાં આદિવાસી ખેડૂતોના કબ્જા બાબતે આપેલ નોટિસના વિરોધમાં વાંધો રજૂ કરવામાં આવ્યો. જેમાં આદિવાસી ખેડૂતો છેલ્લી 3 પેઢી થી અમારા આદિવાસી ખેડૂતો આજીવિકા મેળવી રહ્યા છે.

જુઓ વિડીયો..

Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુરના લકડમાળ ગામમાં આવેલ જગ્યામાં છેલ્લી 3 પેઢી થી અમારા આદિવાસી ખેડૂતો આજીવિકા જીવી રહ્યા હોય અને આ જંગલ જમીન સિવાય અમારા ખેડૂતો પાસે બીજી કોઈ જગ્યા નથી આ જગ્યામાં ફક્ત ખેતી કરીને ગુજરાન ચાલવે છે અને બંધારણમાં પાંચમી અનુસૂચિના આધારે આદિવાસી વિસ્તારમાં જળ, જંગલ અને જમીનનો માલિક આદિવાસી છે અને એ જમીન પર આદિવાસીઓનો જ હક છે જેથી આ ખેડૂતો ને અન્ય કોઈ પણ પ્રકારે હેરાન કે માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે. ખેડૂતો એ પ્રિન્ટ મીડિયા અને ઇલેકટ્રોનિક મીડિયા સામે સામુહિક આત્મવિલોપન કરવાની લેખિતમાં રજુઆત કરી અને અસરગ્રસ્ત ખેડૂત મિત્રોએ રજુઆત કરી કે શિક્ષણ બાબતે અમારા વિસ્તારમાં શિક્ષણની ખૂબ જરૂર છે પરંતુ અન્ય બીજી ઘણી જગ્યા હોય તેમાં બનાવો તો વાંધો નથી ની વાત કરી મામલતદારશ્રીએ ખેડૂતોને હકારાત્મક નિર્ણય  રેહશે એવી વાત કરી હોવાનું જાણવા મળ્યું છે.