વાંસદા: વર્તમાનમાં જ આવેલા પરિણામમાં વાંસદા તાલુકાના સિણધઈ ગામની આદિવાસી વિદ્યાર્થિની નીતીશા અશોકકુમાર પટેલ જે સુરતમાં આશાદીપ ગૃપની શાળામાં અભ્યાસ કરે છે તે 12 કોમર્સની બોર્ડની પરીક્ષામાં 96.86 ટકા સાથે સમગ્ર સુરતમાં પ્રથમ આવતાં લોકનેતા અનંત પટેલે તેને અભિનંદન પાઠવ્યા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ થોડા વર્ષો પહેલાં જ આદિવાસી દીકરી નિતીશાએ પિતા અશોકભાઇ ગુમાવ્યા છે. તે સુરતમાં માતા અને બહેન સાથે રાહીને અભ્યાસ કરતી હતી પણ પરિણામ આવ્યા બાદ તેઓ વતન વાંસદામાં રહેવા આવ્યા હતા ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ તેમને મળીને શુભેચ્છા આપવા પોહચ્યા અને આવનારા વર્ષોમાં પણ સિદ્ધિઓના શિખરો શેર કરે અને સમાજ અને પરિવારનું નામ રોશન કરે એવી અભ્યર્થના પ્રગટ કરી હતી.
ગ્રામજનોએ પણ આદિવાસી સમાજનું નામ રોશન કરવા બદલ દીકરી નિતીશા પટેલનું સન્માન કર્યું હતું અને તેની ઉજ્જવલ કારકિર્દી માટે શુભકામના આપી હતી.











