ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં સરકાર દ્વારા આયોજિત ગ્રામ સભા યોજાઇ હતી. જેમાં ગામના આરોગ્ય, આંગણવાડી અને ગ્રામ વિકાસના પ્રશ્નો સાથે ગામમાં થયેલા કામો વિષે તલાટી કમમંત્રીએ પોતાનો રીપોર્ટ રાજુ કર્યો હતો.

માંડવખડક ગામના લોકો સાથે ગામના વિકાસ તેમજ સરકારી યોજનાના લાભાર્થીને સરકારી સહાયનો લાભ મળી રહે તેની ચર્ચા વિચારણાના ભાગરૂપે ગ્રામસભાનું આયોજન કરાયું હતું. આ ગ્રામસભા સરપંચના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં માંડવખડક ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટરે ગામમાં કુપોષણ ને નાથવા સર્ગભા મહિલાઓને શું ખાવું શું ના ખાવું અને બાળકોની કેવી રીતે કાળજી લેવી તેની વિસ્તૃત આંકડા અને ઉદાહરણ સાથે લોકચર્ચા કરી હતી. જીલ્લામાંમાંથી આવેલા અધિકારીએ પણ સ્વાસ્થ્ય લઈને વાતનો દોર આગળ ચલાવ્યો હતો

લોકના પ્રશ્નો સમય આવ્યો ત્યારે ગામમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા મહિલાને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમે ગામના કેટલાં ખેડૂતોની મુલાકાત લીધી છે અને કેટલાં ખેડૂતોને સરકારી યોજનાનો લાભ અપાવ્યો છે તો તેવો આંકડામાં જવાબ આપવાને બદલે માત્ર એક જ વાત કરતાં હતા કે અમે કામ કરીએ જ છીએ અને અમે પંચાયત પર યોજના વિષે પોસ્ટર ચીપકાવ્યા છે. તેઓએ ફિલ્ડ વર્ક વિષે કોઈ જવાબ આપી શક્યા નહિ.

ગ્રામસભામાં ગામમાં રહેતાં મારવાડી દુકાનદારો જે MRP કરતાં વધુ ભાવ લે છે ? તેઓ જૂની વસ્તુઓનો સ્ટોક રાખી ગામના લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે અને તેમના જે ગામમાં આધારકાર્ડ અને ચુંટણી કાર્ડ બની ગયા છે એ સંદર્ભમાં પણ સવાલ કરવામાં આવ્યા હતા. એવું નક્કી કરવામાં આવ્યું છે કે પંચાયતની એક સમિતિ બનશે અને એ આ બાબતે તપાસ કરશે. આ ઉપરાંત સસ્તા અનાજની દુકાનમાં પણ નિયમિત અને દરેક વ્યક્તિના ભાગનું આનાજ પૂરતા પ્રમાણમાં મળે એવી દુકાનદારને અપીલ કરવામાં આવી હતી. આ ગ્રામસભામાં પાંખી હાજરી જોવા મળી હતી.