વાંસદા: ખાસ કરીને આદિવાસી વિસ્તારના બાળકોના જીવન ઘડતર કરનારા મહત્વની ભૂમિકા ભજવનારા સુરત તાપી, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લાની આશ્રમ શાળાના શિક્ષકોના સમયસર મહેતાણું (પગાર) ન મળ્યો હોવાની બુમો બહાર આવી રહી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ સમયસર પગારથી વંચિત બનેલા શિક્ષકો હાલમાં આર્થિક હાલાકી ભોગવી રહ્યા છે. પોતાના જીવન જરૂરિયાત સુવિધા મેળવવા તેમણે જે બેંક લોન લીધી હતી તેના હપ્તા ન ભરવાના કારણે પેનલ્ટી ભરવાનો સમય આવ્યો છે. તંત્રની બેદરકારીના લીધે આશ્રમ શાળાના શિક્ષકો હાલ ખુબ જ ગંભીર શ્તીતીનો સામનો કરી રહ્યા હોવાનું કહેવાય રહ્યું છે. ભોગવાનો વારો આવ્યો છે.
શિક્ષકોનું કહેવું છે કે દર મહિનાની 5 તારીખ સુધીમાં થતો શિક્ષકોનો પગાર ચાલુ માસે 25 તારીખ વીતવા છતાં હજુ સુધી થયો નથી. આ વિષે ‘મે મહિનાની ગ્રાન્ટ હાલ આવી ગઈ છે અને પગાર બિલ બની ગયા છે ટૂક સમયમાં શિક્ષકોના ખાતામાં પગાર જમા થઈ જશે. એમ અનિતા નાયક, તકેદારી અધિકારી સુરતનું કહેવું છે એમ દિવ્ય ભાસ્કર પોતાના અહેવાલમાં નોંધે છે.

