વાંસદા: જનજાતિ સુરક્ષા મંચ દ્વારા ‘ધર્માતરીત થયેલા આદીવાસીઓને અનુસૂચિત જનજાતિમાંથી બહાર કાઢો અને મળતાં આદિવાસીઓના હક માંથી બાકાત કરો’ ની વાતને લઈને કેન્દ્ર સરકાર કાયદો બનાવે એવી માંગ સાથે ગતરોજ મોટી સંખ્યામાં લોકો અમદાવાદ ખાતે રેલીમાં ભાગ લેવા પોહ્ચ્યા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ અમદાવાદ ખાતે યોજાઈ રહેલી રેલીમાં વાંસદા તાલુકામાંથી યોગેશ દેસાઈની આગેવાનીમાં લોકો જવા રવાના થયા હતા. તેમનું કહેવું છે કે ધર્માતરીત થયેલા આદીવાસીઓને અનુસૂચિત જનજાતિ માંથી બહાર કાઢવામાં આવે અને સરકાર દ્વારા તેમના પર એક કાયદો બનાવવા આવે જેથી ધર્માતરીત થયેલા આદીવાસી આરક્ષણ નો લાભ લઇ શકે નહિ.

ઉલ્લખનીય છે કે વાંસદા તાલુકા સહીત ધરમપુર વઘઈ આહવા જેવા તાલુકામાં હજારો આદિવાસી લોકો ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલા જોવા મળે છે ત્યારે હાલમાં ડી લિસ્ટિંગ ના મુદ્દે માહોલ ગરમાયો છે હવે જોવું રહ્યું કે આ ડી લિસ્ટિંગ વિષે સરકારના પગલાં શું રહશે.