ઉમરપાડા: એક્શન યુવા ગૃપ દ્રારા ફ્રિ કેરિયર કાઉન્સિલિંગ સમર કેમ્પ – ૨૦૨૩ છેલ્લા ૨૦ વર્ષમાં ભણતર ધણો સુધારો આવ્યો છે,જેમકે પ્રાથમિક શાળા, માધ્યમથી શાળાઓમાં ગુણાત્મક અને સંખ્યાત્મક સુધારો દેખાય આવે છે, અને તે થકી ગામે ગામ ભણતરનો વ્યાપ વધી રહ્યો છે, પરંતુ તે ભણતર નું ઉપયોગીતા રૂપી જીવન મુલ્ય પણ વિકાસ થાય અને તેવા ધડતર કરવાની ઉમદા નેમ સાથે આયોજીત સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિકાસશીલ સુરત જિલ્લાના છેવાટ નો ગણાતો તાલુકો ઉમરપાડાના છેવટના નાનકડું ગામ ગુલીઉમરમાં સમર કેમ્પ દ્વારા સપ્તાહનું આયોજન તા. 21 થી 27 મે, 2023 સુધી પ્રાથમિક શાળા, ગુલીઉમર કેમ્પસમાં કરવામાં આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય અતિથિ વિશેષ ધર્મેશભાઇ ચૌધરી_ મામલતદાર કચેરી, માંગરોળ, જ્યોતિષભાઈ ચૌધરી ટાટા સ્ટીલ ફાઉન્ડેશન જમશેદપુર, નિલેશ વસાવા માધ્યમ સ્કુલ પારડીપાટા, પ્રો.મલ્હાર સર સરકારી વિનયન કોલેજ, ઉમરપાડા, ડો. નિલેશ વસાવા સરકારી વિનયન કોલેજ, સાગબારા, પ્રકાશ ચૌધરી HTAT આચાર્ય રજવાડ બારડોલી, કેવીન સોરઠીયા કેરિયર કાઉન્સિલર દેવીદાસ વસાવા સુમુલ એન્જીનીયર, પલસાણા, હરેશ વસાવા સ્પોર્ટસ કોચ, એડવોકેટ સહદેવ વસાવા, દાસુભાઇ ગ્રામ પંચાયત સભ્ય આયોજીત પ્રોગ્રામમાં શરૂઆતમાં એક્શન યુવા ગૃપના લિડર વિજય વસાવા દ્રારા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને કાર્ય વિશે સમજુતી આપી હતી.
કેમ્પ દરમ્યાન અઠવાડિયામાં મુજબ અલગ અલગ દિવસે અલગ નિષ્ણાંતો માર્ગદર્શન દ્રારા આપવામાં આવ્યું એક્શન યુવા ગૃપ દ્વારા આયોજીત કેરિયર કાઉન્સિલિંગના સમર કેમ્પના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે હતા. ૧. ફિડમ સાથે શિક્ષણથી સફળતાના શિખરો. ૨. સ્પોકન ઇંગ્લિશ ૩. ભણતર માત્ર નહી સાંસ્કૃતિક મુલ્ય પ્રત્યેની સભાનતા ૪. સ્પોર્ટ્સ વિભાગ. _ સ્પોર્ટ્સમાં કેરિયરમાં કઇ રીતે આગળ વધી શકીએ પાયા સાથેની જાણકારી. ૫. કેરીયર માત્ર શિક્ષણ પ્રાપ્ત કરવાથી નહીં ટેકનિકલ શિક્ષણ આપણે પોતું ભવિષ્ય બનાવી શકીએ. તમામ પાયા સાથેની જાણકારી.૬. શિક્ષણ સાથે આપણુ ભવિષ્ય. ૭. કેરિયર કાઉન્સિલિંગ સફળની ચાવી વિશેના પાયારૂપ માર્ગદર્શન. ૮. માધ્યમથી સ્કુલ શિક્ષક… જીંદગીના દરેક પાસા ને સર કરીને સમાજમાં પોતાને સફળ બનાવીએ. સરળ સમજૂતી અને ઉદાહરણ રૂપ દાખલા સ્વરૂપે. ૯. આપણા મુળભુત અધિકારો,હક અને ફરજોની એટ્રોસિટી વિશેની જાણકારી. ૧૦. માઇન્ડ ગેમ્સ _ લાખોની સંખ્યામાં તમે બધાં કરતાં કંઇ અલગ તરી આવો તે તેવા મુલ્યોનું શિક્ષણ અને માર્ગદર્શન.

