ચીખલી: મૃતકના પરિવારજનો અને ગ્રામજનો તેમજ સમાજ દ્વારા શુક્રવારે રાત્રે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. વિનલ પટેલને શ્રદ્ધાંજલી આપીને પરિવારજનો તેમજ સમાજના લોકો અને ગ્રામજનો દ્વારા ન્યાયની માગ કરી હત્યામાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓને પકડી પાડવા માંગ કરી.
ઉલ્લેખનીય છે કે ચીખલીના થાલા ગામ ખાતે થોડા દીવસો અગાઉ કોલેજ સર્કલ પાસે વિનલ પટેલ નામના યુવકની કરપીણ હત્યા કરી દેવાઈ હતી. આ ઘટનાના પડઘા એવા પડ્યા હતા કે જિલ્લા એસપી સહીતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કર્મચારીઓનો મોટો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ઘટનામાં ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી.
જોકે ચીખલીના જ બે શખ્સોના ઈશારે હત્યા થઈ હોવાની શંકાઓને પગલે મૃતકના પરિવારજનો અને ગ્રામજનો તેમજ સમાજ દ્વારા શુક્રવારે રાત્રે ચીખલી કોલેજ સર્કલ થી લાયન્સ ગાર્ડન સુધી કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી અને વિનલ પટેલને શ્રદ્ધાંજલી આપીને પરિવારજનો તેમજ સમાજના લોકો અને ગ્રામજનો દ્વારા ન્યાયની માગ કરી હત્યામાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓને પકડી પાડવા માંગ કરી હતી.