નાનાપોઢા: કપરાડા તાલુકાના પ્રાથમિક શિક્ષકોને છેલ્લા બે વર્ષથી જીપીએફ હિસાબની સ્લીપ ન મળતા જે અંગે વર્ષના અંતે હિસાબી સ્લીપ મળી રહે તે બાબતે કપરાડા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી.

Decision News ને પ્રાપ્ત વિગતો અનુસાર કપરાડા પ્રાથમિક શિક્ષકોને જીપીએફ કપાત છે જે જીવનની બચત અંગેની ખૂબ જ ઉપયોગી અને મહત્વની પૂંજી છે જેનો હિસાબ પ્રતિ વર્ષ મળવો જરૂરી છે. જેથી કોઈપણ શિક્ષકના હિસાબમાં ભૂલ હોય તો સત્વરે કચેરીએ જાણ કરી શકાય આજે જિલ્લાના તમામ શિક્ષકોને છેલ્લા બે વર્ષથી જીપીએફ હિસાબની સ્લીપ મળેલ નથી .

આ બાબતે કપરાડા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો અધ્યક્ષ રામુભાઈ પટેલ, મહામંત્રી બાબુભાઈ ચૌધરી અને રાજ્ય કારોબારી હરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી તાલુકા પંચાયતની કચેરીમાં લેખિતમાં રજૂઆત કરી હતી. અને વર્ષના અંતે હિસાબી સ્લીપ મળી જાય તેમ રજુઆત કરી હતી.

Bookmark Now (0)