ધરમપુર: 28 માર્ચ 2023 ના રોજ ધરમપુર પ્રાંતને નેશનલ-56 વાપીથી શામળાજી રોડ ના કામ માંવેઠયાવાડ કરવાંમાં આવેલ હોય જેની તપાસ કરવા બાબત ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને કોન્ટ્રાકટરને કલ્પેશ પટેલે રોડની કામગીરીની વાસ્તવિકતા બતાવી હતી.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે કલ્પેશ પટેલે કામની એજન્સીના કોન્ટ્રાકટર સાથે રૂબરૂ જ્યાં જ્યાં પ્રોપર કામ થયું નથી તે સ્થળ ની જગ્યા બતાવવામાં આવી જેમાં ખાસ કરીને વાવ ક્રાંતિકારી બીરસામુંડા સર્કલ પાસે, આસુરા, કરંજવેરી ફાટક, આંબા જ્યાં જ્યાં પ્રોપર કામ નથી થયું તે સ્થળે ફરી પ્રોપર કામ કરવાની વાત કરી હતી.

વધુમાં જણાવ્યું કે જો કામ કરવામાં કચાસ રાખવામાં આવી તો આગામી દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવાની પણ ફરજ પડ છે. જે બાબતે વહીવટીતંત્ર અને લાગતાં અધિકારીઓ ધ્યાને લેવું.