વઘઈ: ગતરોજ વઘઈની 14 વર્ષની કિશોરી વીતેલા બે મહિનાથી ગુમ હતી તેની લાશ કંકાલ હાલતમાં વઘઈ તાલુકાના મલિન ગામની હદમાં આવેલા ગીચ જંગલમાં એક વૃક્ષ પર દુપટ્ટો બાંધેલી હાલતમાં મળ્યાનો કિસ્સો પ્રકાશમાં આવતાં સમગ્ર ઘટનામાં ચર્ચાનો વંટોળ ઉઠયો છે.
Decision News ને મળેલી માહિતી પ્રમાણે વઘઈ તાલુકાના બોરપાડા ગામની કિશોરી 26 મે 2022ના દિવસે રાત્રે ગામમાં થઇ રહેલાં લગ્નના મંડપમાં ગયા હતી ત્યાંથી કોઈ અગમ્ય કરણોસર કશેક જતી રહી હતી તેની શોધખોળ કરી પણ તે મળી ન હતી અને હવે ગતરોજ વઘઈ તાલુકાના મલિન ગામની હદમાં બહરાઇ ચોંડ પહાડના ખીણમાં એક કિશોરીની લાશનું કંકાલ મળી આવ્યું હતું. પોલીસે ગુમ થયેલી સગીરાના પરિવારજનોને બોલાવી તે લાશ બતાવી તો પરિવારજનોએ લાશના કંકાલના કપડાં અને પગરખાં પરથી લાશ તેમની જ દીકરીની હોવાનું કહ્યું હતું.
આ ઘટના મુદ્દે વઘઈ પોલીસે હાલ આત્મહત્યા છે કે હત્યા તે અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આવનારા સમયમાં આ ઘટના પરથી પડદો હટશે અને સત્ય બહાર આવશે એ નક્કી છે.











