વાંસદા: આજરોજ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે આધારકાર્ડ-પાનકાર્ડ લિંક કરવા માટેની સમયમર્યાદા વધારવામાં બાબતે અને આર્થિક દંડને પાછો લેવા બાબતને લઈને પ્રધાનમંત્રી મોદી અને ગુજરાતના મુખ્યમત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજુવાત કરી છે

પત્રમાં જણાવ્યા મુજબ દેશના નાગરિકો માટે બેન્કનાં રોજિંદા વ્યવહાર માટે પાનકાર્ડ અને આધારકાર્ડ મહત્ત્વનાં દસ્તાવેજ છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક કરવા માટેની સૂચના આપવામાં આવી છે જેની ચોક્ક્સ સમય મર્યાદા નક્કી કરવમાં આવેલ છે. પરંતુ જે નાગરિકો પોતે અક્ષરજ્ઞાનથી વંચિત છે, વયોવૃદ્ધ છે, નિઃસહાય છે તેવા પરિવાર સહિત જેમને ગ્રામ વિસ્તારોમાં ઈન્ટરનેટ, નેટ બેન્કિંગ જેવી માળખાકીય સુવિધાઓનાં અભાવને કારણે આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરી શક્યા નથી. ગ્રામ વિસ્તારના અનુસૂચિત જનજાતિનાં પરિવારોને યોજનાઓનો વધુ આર્થિક લાભ આપવાને બદલે આધારકાર્ડ-પાનકાર્ડ લિંક કરવાના પરિપત્રો કરીને હજારો રૂપિયા દંડ વસુલવામાં આવે તે કેટલે અંશે યોગ્ય ? અનુસૂચિત જનજાતિનાં નાગરિકો પોતાના હક્ક અને અધિકાર માટે અને સરકારની યોજનાઓનો લાભ લેવા માટે સરકારી કચેરીઓનાં ધક્કા ખાતા હોય છે તેવામાં આ પ્રકારના નીતનવા ફતવાને કારણે નાગરિકો મુશ્કેલીમાં મુકાય છે. નાગરિકો પાસેથી 1000 રૂપિયાનો આર્થિક દંડ ફટકારવા આવે તે કેટલે અંશે યોગ્ય છે? એક પરિવારમાં ચાર થી પાંચ સભ્ય હોય તેવામાં વ્યક્તિદીઠ 1000 રૂપિયાનો દંડ થાય તો 5000 જેટલી ૨કમ સામાન્ય-મધ્યમ પરિવાર માટે આંચકા સમાન હોય છે.

આધારકાર્ડ- પાનકાર્ડ લિંક કરવાની કામગીરી બેન્કિંગને સુદૃઢ બનવા મહત્વની છે પરંતુ આટલો મોટી આર્થિક દંડ એ સામાન્ય-મધ્યમ વર્ગ માટે કઠેરાઘાત સમાન છે.અમે કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે આધારકાર્ડ-પાનકાર્ડ લિંક કરવા માટેની સમયમર્યાદા વધારવામાં આવે અને આર્થિક દંડ પાછો લેવો જોઈએ.