બોડેલી: ગતરોજ તાલુકાના ધોળીવાવ ગામ ખાતે સમી સાંજે દીપડાએ 5 વર્ષના ક્રિશ બારિયાના નામના  બાળકને ગળાના ભાગે દબોચી લઈ લીમડાના ઝાડ પર ચઢી જતા ચકચાર મચી જવા પામી છે. ધોળીવાવ ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મુલધર ગામે દીપડાએ શિકાર કર્યો હતો. આજે ધોળીવાવ ગામ ખાતે દીપડાએ માસૂમ બાળકને લઈ જતા ભયનો માહોલ જોવા મળ્યો છે. માસૂમ બાળકને દીપડો લીમડાના ઝાડ પર લઈ ચઢી જતા ગામ લોકોના ટોળાને જોઇને દીપડો બાળકને લીમડાના ઝાડ પર મૂકીને ભાગી ગયો હતો.

ગામ લોકોના ટોળાએ દીપડાને ભગાવીને બાળકને ઝાડ પરથી નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. માસૂમ બાળકને બોડેલી દવાખાનામાં લઈ જવામાં આવ્યો હતો ત્યાર બાદ વડોદરા રીફર કરવામાં આવ્યુ છે. આ દીપડાએ બે માસૂમ બાળકને શિકાર બનાવ્યો છે. ગામ લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગામ લોકો માંગ કરી રહ્યા છે કે આ દીપડાને ફોરેસ્ટ વિભાગ દ્વારા વહેલી તકે પકડી પાડે તેવી માંગ ઉથી છે.