ગુજરાત: દુનિયાનું સોથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદ ખાતે ત્રીજી T20 ક્રિકેટ મેચ મેટ્રો માટે બની આશીર્વાદ રૂપ, T20 ક્રિકેટ મેચ હોવાથી મેટ્રોએ પોતાના સમયમાં વધારો કર્યો હતો. રાત્રિના 12 વાગ્યા સુધી મેટ્રો દોડાવતા, એક દિવસના 8 લાખની આવક થઈ હતી.

શરૂવાતમાં મેટ્રોનો સમય સવારના 9 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીનો હતો, પરંતુ નોકરિયાત વર્ગને ધ્યાનમાં રાખીને મેટ્રોનો સમય સવારે 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીનો કરવામાં આવેલ હતો. પરંતુ તારીખ 1 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે T20 મેચના કારણે સમયમાં વધારો કરવામાં આવેલો જેથી મેટ્રોને 8 લાખની આવક થવાપામી હતી.

મેટ્રોની મુસાફરીનું ભાડું ઓછું હોવાથી અને સમયસર પોતાના સ્થળે પહોંચાડવાથી લોકોની પ્રથમ પસંદી મેટ્રો બની ગઈ છે. પાર્કિંગની સુવિધા ન હોવાને લીધે ક્યાંકને ક્યાંક આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. AMC પાર્કિંગની સમસ્યાનું નિવારણ માટે યુદ્ધના ગતિએ કામ ચાલુ કરી દીધું છે.

Bookmark Now (0)