ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના મોગરાવાડી ગામમાં ખરેડા નદીના કિનારે આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિરનો આઠમો પાટોત્સવ ખેરગામ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા અધિકારી પાર્વતીબેન પટેલ અને એમના પતિ દિપકભાઈ દ્વારા કુદરતી પ્રેરણાથી ખરેડા નદીના કિનારે અતિશય રમણીય સ્થાન પર નિર્મિત મંદિરમાં ઉજવાયો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, દલપતભાઈ,આમધરાથી નરેશભાઈ,ઈશ્વરભાઈ ઉપસ્થિત રહ્યા હતાં.ગામના આગેવાનોએ નારણભાઈ,કિકુભાઇ,ઉમેશ પટેલ, મોહનભાઇ, હરીશભાઈ, અંકિત, જીતુભાઇ, રણજીતભાઈ, હર્ષદભાઈ, લાલુ સહિતનાઓ દ્વારા ખુબ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

યજમાન પાર્વતીબેન અને નીતાબેન દ્વારા મંદિરના નિર્માણ અંગેની પ્રેરણા વિશે વાત કરી,ગ્રામજનોના સહકારને બિરદાવ્યો હતો અને આશરે 1500-2000 જેટલાં લોકોએ ભેગા મળી મહાપ્રસાદનો લાભ લીધો હતો.