નર્મદા: ગતરોજ પવિત્ર નર્મદા જયંતી નિમિત્તે નર્મદા નદી કિનારે આવેલા માંગરોલ ગામમાં નર્મદા મૈયાને 400 મીટર લાંબી સાડી અર્પણ કરીને નર્મદા મૈયાનું પૂજન કરાયું હતું જેમાં સંપૂર્ણ ગામના લોકોએ ભાગ લઇ નર્મદા મૈયાની આરતી સાથે ભજન કીર્તન કર્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ નર્મદા મૈયાની જન્મ જયંતી નિમિતે નર્મદાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામની અંદર શ્રદ્ધાળુઓએ ભેગા થઈને નમામિ દેવી નર્મદેના નારા સાથે નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરવા કિનારે ગયા હતા. એવું જાણવા મળ્યું છે કે દસથી વધારે નૌકાઓની મદદ લઇ શ્રધ્ધાળુઓ નાવમાં બેસી નર્મદા મૈયાને સાડી અર્પણ કરી હતી.

આ પ્રસંગે રામપુરાના સદાનંદ મહારાજ, માંગરોળના આગેવાન એવા મહેશ પટેલ, સતીશ ધોબી જેવા આગેવાનો જોડાયા હતા.આ આયોજન લલિત મહારાજ અને માંગરોલ ગ્રામજનોનું હોવાનું કહેવાય રહ્યું છે.

Bookmark Now (0)