ઉમરગામ: હાલમાં વ્યાજખોર પૂર્વ તલાટી કમ મંત્રીના ત્રાસથી કંટાળીને  GIDC માં રહેતા એક ખેડૂતે ભિલાડ પોલીસ મથકે ફરિયાદ લખાવવાની ઘટના બહાર આવી છે ત્યારે પોલીસે વ્યાજખોર પૂર્વ તલાટી અટકાયત કરી તેનું નિવેદન લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ઉમરગામ GIDC કોલોનીમાં રહેતા નિલેશચંદ્ર કુમુદચંદ્ર નાયકે સરીગામ ભંડારવાડ ખાતે રહેતા પ્રવિણકુમાર જીવણભાઈ રાઉત (ભંડારી) પાસેથી રૂપિયા 8 લાખ માસિક 10%ના વ્યાજે લીધા હતા. અને 2020માં કુમુદચંદ્ર નાયકે સરીગામ નારગોલ ચાર રસ્તા પાસે સહજાનંદ કોમ્પલેક્ષમાં કુમુદચંદ્રની માલિકીના 3 ફ્લેટ વેચ્યા હતા. જેની ખબર લગતા વ્યાજખોર પૂર્વ તલાટીએ કુમુદચંદ્રભાઈ પાસે મુદ્દલ અને વ્યાજ સાથે મળી કુલ 61 લાખ સુધીનું વ્યાજની માંગણી કરી હતી. પણ પરિવારના અગ્રણી મામલામાં પડતા 41 લાખ આપવાનું નક્કી થયું. આ ઉપરાંત સરીગામ ખાતે વેચેલા 3 ફ્લેટના 20 લાખ રૂપિયા લીધા હતા. અને હજુ પણ વ્યાજની અને મુદ્દલની પઠાણી ઉઘરાણી કરતા ખેડૂત કુમુદચંદ્રના પુત્ર નિલેશ નાયકે પૂર્વ તલાટી વિરુદ્ધ ભીલાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ભીલાડ પોલીસે વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંઘી તેની પ્રાથમિક પૂછપરછ કરી તેની અટકાયત કરી આગળની કાર્યવાહી આરંભ કરી છે.