ગુજરાત: 29 ફેબ્રુઆરી રવિવારના રોજ ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા 11.00 વાગ્યાથી બપોરના 12.00 વાગ્યા સમય ગાળા દરમિયાન યોજાનાર જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા યોજનાર છે. ત્યારે આ પરીક્ષા કોઈ ગેરરીતિ ન થાય કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરકારે કેટલાક નિર્ણયો લીધા છે.

પરીક્ષાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે અને કોઈ ડિસ્ટર્બન્સ ન થાય તે માટે પરીક્ષા કેન્દ્ર પર કે વિસ્તારમાં ચાર કે તેથી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ માટે  ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973ની કલમ 144 હેઠળ પ્રતિબંધિત હુકમો કરવામાં આવ્યા છે. સરઘસ અથવા રેલી કાઢવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ પરીક્ષા કેન્દ્રોની આસપાસ 200 મીટર સુધીની ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીન કે અન્ય કોપીયર મશીન ચાલું રાખવા નહીં. સાથે જ કોઈપણ પરીક્ષાર્થી પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોન, કોર્ડલેસ ફોન, કેલ્યુલેટર, સ્માર્ટ વોચ-ટેબલેટ-સ્માર્ટ પેન કે અન્ય કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જઈ શકશે નહી એવું જણાવવામાં આવ્યું છે.