ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના રૂઝવણી ગામની પટેલ ફળીયા પ્રાથમિક શાળામાં 74 માં પ્રજાસતાક પર્વની સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે દબદબાભેર ઉજવણી કરવામાં આવી.જેમાં નાના નાના બાળકો દ્વારા વિવિધ સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

જુઓ વિડિઓ..

Decision News ને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ધ્વજવંદન શાળાની સૌથી વધુ ભણેલી વિદ્યાર્થીની અનામિકા પટેલને હાથે કરાવવામાં આવ્યું.અને સાંસ્કૃતિક કાર્યક્રમનાં પ્રમુખ તરીકે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,ડો.દિવ્યાંગી પટેલ અને અતિથિ વિશેષમા તાલુકા શિક્ષક સંઘના માજી પ્રમુખ ફતેસિંહભાઈ હાજરી આપી હતી.

આ પ્રસંગે નાનુભાઈ, ઠાકોરભાઈ, ગોકુળભાઈ, જીતેન્દ્રભાઈ, અમિતાબેન, વંદનાબેન, દલપતભાઈ, કીર્તિભાઇ, મીંતેશભાઈ, પથિક, મયુર સાહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. શાળાના આચાર્ય અશોકભાઈ પટેલ અને એમના સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.